અનુવાદ સેવાઓ

આ વેબસાઇટ આપોઆપ (મશીન દ્વારા થતી) અનુવાદ સેવાઓ અને NAATI-માન્યતા પ્રાપ્ત અનુવાદકો દ્વારા અનુવાદોનો ઉપયોગ કરે છે.

NAATI-પ્રમાણિત અનુવાદો

મોટા ભાગના કિસ્સાઓમાં, આ સાઇટ પરની મહત્વની માહિતીનું NAATI-પ્રમાણિત અનુવાદકો દ્વારા ભાષાંતર કરવામાં આવ્યું છે. જ્યાં આવું બન્યું છે ત્યાં, અમે જે તે પાનાંના નીચેના ભાગમાં તેનો સંકેત આપ્યો છે.

ડાઉનલોડ કરી શકાય તેવી બધી જ તથ્ય પત્રિકાઓને NAATI-પ્રમાણિત અનુવાદકો દ્વારા અનુવાદ કરવામાં આવી છે.

આપોઆપ થતી અનુવાદ સેવાઓ

અમે મુખ્ય પાના (હોમ પેજ) પરની જે તે ભાષા અને અન્ય સ્વતંત્ર વેબસાઇટ ઘટકોના ભાષાંતર માટે આપોઆપ થતી અનુવાદ સેવાઓનો ઉપયોગ કર્યો છે.