આરોગ્ય

જીવ બચાવો અને coronavirus ની ઓસ્ટ્રેલિયામાં ફેલાવાની ઝડપ ઘટાડવામાં મદદ કરો.

ઘરે રહો.

 • જરૂરિયાત વગર ઘરની બહાર ના નીકળો.

 • અનાવશ્યક કાર્યો માટે ઘરની બહાર નીકળવાનું તમારે ટાળવું જોઇએ.

 • કુટુંબીઓને અથવા મિત્રોને તમારા ઘરમાં બોલાવશો નહીં.

 • ઘરે જ રહો સિવાય કે તમે:

  • નોકરીએ અથવા ભણવા માટે જતા હોવ (જો તમે તે ઘરેથી કરી શકો તેમ ના હોવ તો)

  • કરિયાણું જેવી જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરતા હોવ (ખરીદ્યા પછી તરત જ ઘરે પાછા જતા રહો)

  • ઘરની આસપાસ વ્યક્તિગત કસરત માટે નીકળ્યા હોવ, એકલા અથવા બીજી એક વ્યક્તિ સાથે

  • દવાખાને જતા હોવ અથવા મદદરૂપ થવા માટે મુલાકાત લેતા હોવ.

 • દવાખાના, સુપરમાર્કેટ, બેંક, પેટ્રોલ પંપો, ટપાલ અને હોમ ડીલીવરીની સેવા ચાલુ રહેશે.

સલામત રહો.

 • હંમેશા સ્વચ્છતા જાળવો, સાબુ અને પાણીથી તમારાં હાથ ૨૦ સેકંડ સુધી ધૂઓ, મોઢું ઢાંકીને ખાંસી ખાવી, તમારાં આંખ, નાક અને મોઢાંને અડકવાનું ટાળો.

 • ઘરની બહાર હોવ ત્યારે બીજાઓથી ૧.૫ મીટરનાં અંતર પર રહો.

 • શારિરીક સ્પર્શ જેવા કે હાથ મિલાવવા, ભેટવું કે ચુંબન કરવાનું ટાળો.

 • રોકડાં નાણાંને બદલે ટેપ એન્ડ ગો નો ઉપયોગ કરો.

 • શાંતિ હોય તેવા સમયે મુસાફરી કરો અને ભીડમાં જવાનું ટાળો.

 • સારી રીતે માહિતગાર રહો-ફક્ત વિશ્વાસપાત્ર અધિકૃત માહિતીનો જ ઉપયોગ કરશો. Coronavirus ની ઓસ્ટ્રેલિયાની મોબાઇલ એપ ડાઉનલોડ કરો,ઓસ્ટ્રેલિયાની Coronavirusની વોટ્સએપ સેવામાં જોડાવ અને તાજેતરની માહિતી માટે www.australia.gov.au ની મુલાકાત લો.

સંપર્કમાં રહો.

 • કુટુંબીજનો અને મિત્રોને ફોન અથવા ઓનલાઇન ખબર પૂછતાં રહો.
 • ઘરડાં સંબંધીઓ અને નબળાઇ હોય તેવા વ્યક્તિઓને કરિયાણું અને જરૂરીયાતનો સામાન પહોંચતો કરો. તેને બારણાં આગળ મુકી દેવો.
 • જેમને અત્યંત જરૂરી છે તેવા વ્યક્તિઓને આગળ પડતી સ્વયંમસેવક અને ધર્માદાન કરતી સંસ્થાઓ સેવાઓ પહોંચાડશે.

આરોગ્ય વિષયક માહિતી

Coronavirus ના ચિન્હોમાં:

 • તાવ

 • ખાંસી

 • ગળામાં તકલીફ

 • થાક લાગવો

 • શ્વાસ લેવામાં તકલીફ પડવીનો સમાવેશ થાય છે.

જો તમે બિમાર હોવ અને તમને coronavirus છે તેવું લાગે તો, દાક્તરી મદદ મેળવો.

માહિતી માટે તમે કેન્દ્રીય Coronavirus હેલ્પ લાઇન પર ફોન કરી શકો છો. જો તમારે ભાષાંતર અથવા દુભાષિયા સેવાની જરૂર હોય તો 131 450 પર ફોન કરશો.

જો તમને શ્વાસ લેવામાં તકલીફ જેવા ગંભીર લક્ષણો હોય તો, તત્કાળ દાક્તરી મદદ માટે 000 પર ફોન કરશો.

લોકોને સલામત રહેવા અને સમાજમાં જોખમ ઘટાડવામાં મદદ માટે આરોગ્ય વિભાગની વેબસાઇટ ઉપર ઘણી માહિતી અંગ્રેજી સિવાયની ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.