COVID-19 રસીઓ
ઓસ્ટ્રેલિયાના સમુદાયમાં રહેતાં દરેકને અમે રસીકરણ કરાવવા પ્રોત્સાહિત કરીએ છીએ. તે આરોગ્ય સલાહને અનુરૂપ છે.
COVID-19 નીચેના સહિત, ઓસ્ટ્રેલિયામાં દરેક માટે રસી મફત છે:
- ઓસ્ટ્રેલિયાના વિઝા ધારકો
- વિદેશી મુલાકાતીઓ
- આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ
- સ્થળાંતરિત કામદારો
- આશ્રય ઇચ્છુકો, અને
- જે લોકો પાસે માન્ય વિઝા નથી.
જ્યારે ઓસ્ટ્રેલિયામાં લોકોને રસી આપવામાં આવે છે, ત્યારે તેમના દેશાંતર અથવા નાગરિકતાની સ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવામાં આવતી નથી.
મફત COVID-19 રસીકરણ મેળવવા તમારે Medicare માટે પાત્ર હોવું અથવા તેમાં નોંધણી કરાવાની જરૂર નથી. જ્યાં તમારે Medicare કાર્ડની જરૂર નથી તેવું કેન્દ્ર શોધવા COVID-19 રસી પાત્રતા શોધકનો ઉપયોગ કરો.
તમારી ભાષામાં COVID-19 રસી કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે, COVID-19 રસી માહિતી તમારી ભાષામાંની મુલાકાત લો.