ધંધાઓ માટે

જોબકીપર ભથ્થું

સરકારનું જોબકીપર ભથ્થું કોરોનાવાઇરસ (COVID-19)થી નોંધપાત્ર રીતે પ્રભાવિત ધંધાઓ માટે હંગામી સબસીડી હતી.

યોગ્યતા પ્રાપ્ત નોકરીદાતાઓ, સ્વરોજગાર વેપારીઓ (સોલ ટ્રેડર્સ) અને અન્ય સંસ્થાઓ તેમના લાયક કર્મચારીઓ માટે જોબકીપર ચુકવણી મેળવવા માટે અરજી કરી શકતા હતા. આ રકમ એટીઓ દ્વારા નોકરીદાતાઓને દર મહિને પાછલા મહિનાની ચુકવવામાં આવી હતી.

ધંધાઓ એટીઓના બિઝનેસ પોર્ટલ દ્વારા જોબકીપર માટે નોંધણી કરાવી શક્યા હતા, જો તેઓ સ્વરોજગાર વેપારી હતા તો, એટીઓની ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરી અથવા નોંધાયેલ ટેક્સ અથવા બાઝ એજન્ટ મારફતે કરી શક્યા હતા.

જોબકીપર ભથ્થાં વિષે માહિતી માટે www.ato.gov.au/JobKeeper પર જશો.

બિલ અને વેતન ચૂકવવા રોકડ પ્રવાહ સુનિશ્ચિત કરવો

કર્માચારીઓને રોજગારી આપતા લાયક ધંધાઓ અને બિન-નફાકારક (એનએફપી) સંસ્થાઓને, માર્ચ ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૦ના મહિના અથવા ત્રિમાસિક ગાળાનાં તેમના એક્ટીવીટી સ્ટેટમેન્ટ રજૂ કરીને, $૨૦,૦૦૦થી $૧૦૦,૦૦૦ વચ્ચેની રકમ રોકડ પ્રવાહને પ્રોત્સાહિત (કેશ ફ્લો બુસ્ટ) કરવા માટે મેળવશે.

વધુ માહિતી મેળવો:

શીખઉ કામદારો (એપ્રેન્ટિસ) અને તાલીમાર્થીઓ

સરકાર, ઓસ્ટ્રેલિયાના કુશળ કામદારોના સતત વિકાસને ટેકો આપી રહી છે અને પાત્ર ધંધાઓને ૨૧,૦૦૦ ડોલર સુધીની ૫૦ ટકા વેતન આર્થિક સહાય, એપ્રેન્ટિસ અને તાલીમાર્થીઓને જાળવી રાખવા માટે મદદ રૂપે જાહેર કર્યા છે.

વધુ માહિતી મેળવો:

ધિરાણ અને લોન

નવી કોરોનાવાઇરસ એસએમઇ ગેરંટી યોજનાને લીધે તમે આગામી મહિનાઓમાં તમને ટેકો આપવા માટે સહભાગી ધિરાણકર્તાઓ પાસેથી વધારાની લોન મેળવી પણ શકો છો.

સરકાર, એસએમઇ ધિરાણકારોને કાર્યકારી મૂડી માટે ઉપયોગમાં લેવાતી નવી અસુરક્ષિત લોન માટે ૫૦ ટકાની ગેરંટી આપશે.

સરકાર, નાના ધંધા ધરાવતા વર્તમાન ગ્રાહકોને ધિરાણ આપતા ધિરાણકારોને જવાબદાર ધિરાણની ફરજોમાંથી મુક્તિ પણ આપી રહી છે.

આ છૂટ છ મહિના માટે છે, અને તે વેપાર હેતુ અપાતા કોઇ પણ ધિરાણ માટે છે, જેમાં નવા ધિરાણ, ધિરાણની મર્યાદામાં વધારો અને ધિરાણમાં વિવિધતા અને પુનર્ગઠનનો સમાવેશ થાય છે.

પ્રદેશો અને ઉદ્યોગ ક્ષેત્રોને આધાર આપવા

સરકારે, કોરોનાવાઇરસના ફેલાવાથી સૌથી વધુ અસરગ્રસ્ત સમુદાયો, પ્રદેશો અને ઉદ્યોગોને સહાય કરવા માટે ૧ અબજ ડોલરની વ્યવસ્થા રાખી છે. આ ભંડોળ ફેલાવા દરમ્યાન મદદ માટે અને તેના પછી પાછા ઊભા થવામાં મદદ માટે ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, સરકાર આપણા હવાઇ પરિવહન ઉદ્યોગને ૭૧૫ મિલિયન ડોલર સુધીના એક પેકેજ દ્વારા મદદ કરી રહી છે.

જોબમેકર યોજના ધંધાઓને ટેકો આપવા માટેનું હંગામી પગલું

૨૦૨૦-૨૧ બજેટના ભાગ રૂપે, સરકાર કોરોનાવાયરસ મહામારી (COVID-19)ની અસરમાંથી બહાર આવવામાં ધંધાઓને મદદ કરવા કેટલાક પગલાં અમલમાં મૂકી રહી છે.

આ પગલાં, કરવેરા ભરવાના સમયે કરમાં છૂટ, કપાત અને સંપત્તિઓના અવમૂલ્યન બાબતમાં છે. આ બધું, ધંધાઓને COVID-19ની આર્થિક અસરમાંથી બહાર નીકળવામાં ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષો સુધી ટેકો આપશે.

આ પગલાંઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • જોબમેકર હાયરીંગ ક્રેડિટ
  • હંગામી સંપૂર્ણ ખર્ચા
  • નુક્સાન પાછું લેવું
  • ધંધાઓના રોકાણને ટેકો આપવો – ઝડપી અવમૂલ્યન
  • ત્વરિત મિલકત રદ કરવી
  • નાના ધંધાઓની કુલ આવક મર્યાદા વધારવી