આરોગ્ય

આરોગ્ય વિષયક માહિતી

જો તમને શ્વાસ લેવામાં તકલીફ જેવા ગંભીર લક્ષણો હોય, તો તાત્કાલિક તબીબી સહાય માટે કૃપા કરીને ૦૦૦ ફોન કરો.

કોરોનાવાયરસના લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

 • તાવ
 • ખાંસી
 • ગળમાં દુખાવો
 • હાંફ ચઢવો.

અન્ય લક્ષણોમાં નાકમાંથી પાણી નીકળવું, માથાનો દુખાવો, સ્નાયુઓ અથવા સાંધાનો દુખાવો, ઉબકા, ઝાડા, ઊલ્ટી, ગંધની ભાવનામાં ઘટાડો, સ્વાદ ઓછો આવવો, ભૂખ અને થાક લાગવાનો સમાવેશ થઈ શકે છે.

જો તમે બીમાર હોવ અને લાગતું હોય કે તમને કોરોનાવાયરસ હોઈ શકે છે, તો તબીબી સહાય લો.

વધુ માહિતી માટે તમે ૧૮૦૦ ૦૨૦ ૦૮૦ પર નેશનલ કોરોનાવાયરસ હેલ્પલાઇન પર ફોન કરી શકો છો. જો તમને તમારી ભાષામાં દુભાષિયાની મદદની જરૂર હોય તો, ૧૩૧ ૪૫૦ પર ફોન કરો.

આરોગ્ય વિભાગની વેબસાઇટ પર લોકોને સલામત રાખવા અને સમુદાય માટેના જોખમોને ઘટાડવા માટે અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓમાં ઘણી માહિતી ઉપલબ્ધ છે.

ભાષા સંસાધનોમાં વધુ www.sbs.com.au/language/coronavirus અહિં જોઇ શકાશે.

COVID-19 પરીક્ષણ અને સારવાર

ભલે તમારી પાસે વિઝા ન હોય, અથવા તમારી વિઝાની સ્થિતિ વિશે અજાણ હોવ તો પણ, તમારે જાહેર આરોગ્ય સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે. જો તમને અસ્વસ્થતા અનુભવાય છે અને લક્ષણો લાગી રહ્યા હોય, તે ભલે હળવા હોય, તો પણ તમારે તબીબી સહાય લેવી જોઈએ અને COVID-19 માટે પરીક્ષણ કરાવવું જોઈએ.

તમારી નજીકનું COVID-19 શ્વસન ક્લિનિક શોધો.

સુરક્ષિત રહો

 • હંમેશાં સારી સ્વચ્છતા જાળવો, ૨૦ સેકંડ સુધી તમારા હાથને સાબુ અને પાણીથી ધુઓ, ઉધરસ મોં ઢાંકીને ખાવી, તમારી આંખો, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળો.
 • તમારા ઘરની બહાર હોવ ત્યારે ઓછામાં ઓછું ૧.૫ મીટરનું શારીરિક અંતર જાળવો.
 • હાથ મિલાવવા, ભેટવું અને ચુંબન જેવા શારીરિક શુભેચ્છાઓ પાઠવવાનું ટાળો.
 • જો તમે જાહેર પરિવહનનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો, વધારે સંભાળ રાખો.
 • ભીડ અને મોટા જાહેર મેળાવડાઓમાં જવાનું ટાળો.
 • સારી રીતે માહિતગાર રહો - ફક્ત વિશ્વસનીય સત્તાવાર માહિતીનો ઉપયોગ કરો. કોરોનાવાયરસ ઓસ્ટ્રેલિયા મોબાઇલ ફોન એપ્લિકેશન ડાઉનલોડ કરો, કોરોનાવાયરસ  ઓસ્ટ્રેલિયા વોટ્સએપ સેવા પર સબ્સ્ક્રાઇબ કરો અને અદ્યતન માહિતી માટે www.australia.gov.au ની મુલાકાત લો.

વૃદ્ધ વ્યક્તિઓ માટે COVID-19 સહાય સેવા (ઓલ્ડ પર્સન્સ COVID-19 સપોર્ટ લાઇન)

ઓલ્ડ પર્સનસ્ COVID-19 સપોર્ટ લાઇન, ઓસ્ટ્રેલિયના વૃદ્ધોને માહિતી, સહાય અને જોડાણ પૂરું પાડે છે.

કેટલાક વૃદ્ધ લોકો COVID-19 લાગવાની વધુ શક્યતા હોય છે, પરંતુ ઇન્ટરનેટથી ઓછા જોડાયેલા હોય છે અને તેઓને, તે જે સંજોગોમાં છે તેમાં આવશ્યક માહિતી મેળવવાની પદ્ધતિઓ જાણવાની જરૂર હોય છે. ઓલ્ડ પર્સનસ્ COVID-19 સપોર્ટ લાઇન માહિતી અને સહાય પ્રદાન કરે છે.

ઓસ્ટ્રેલિયના વૃદ્ધ વ્યક્તિઓ, તેમના પરિવારો, મિત્રો અને સંભાળ રાખનારાઓ નીચેની બાબતો માટે ૧૮૦૦ ૧૭૧ ૮૬૬ પર નિ:શુલ્ક ફોન કરી શકે છે:

 • કોઈની સાથે COVID-19 નિયંત્રણો અને તેની તેમના પર થઇ રહેલી અસર વિશે વાત કરવા ઇચ્છતા હોય
 • એકલતા અનુભવતા હોય અથવા કોઈ પ્રિયજન વિષે ચિંતિત હોય
 • કોઈની સંભાળ રાખતા હોય અને કંઈક માહિતીની અથવા કોઈની સાથે વાત કરવાની જરૂર હોય
 • તેમને મળી રહેલી વૃદ્ધ સંભાળ સેવાઓ બદલવા માટે સહાય અથવા સલાહની જરૂર હોય
 • નવી સંભાળ સેવાઓ મેળવવા અથવા આવશ્યક વસ્તુઓની ખરીદી જેવી સહાયની જરૂર હોય
 • પોતાના માટે, ચિત્તભ્રમ સાથે જીવતા મિત્ર અથવા કુટુંબના સભ્ય વિષે ચિંતિત હોય
 • પોતાને માટે, અથવા બીજા કોઈ માટે એકવાર અથવા નિયમિત રીતે સુખાકારીની તપાસની વ્યવસ્થા કરાવવા

ઓસ્ટ્રેલિયાના વૃદ્ધ વ્યક્તિઓ , તેમના સંબંધીઓ, સંભાળ રાખનારા, મિત્રો અથવા સમર્થકો સોમથી શુક્રમાં સવારે ૮.૩૦ વાગ્યાથી સાંજનાં ૬ વાગ્યા સુધી તેઓને જરૂરી માહિતી અથવા સેવાઓ માટે ૧૮૦૦ ૧૭૧ ૮૬૬ પર ફોન કરી શકે છે.

ફેક્ટ શીટ