વિઝા અને સરહદ

મુસાફરી પર પ્રતિબંધ

મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે જે ઓસ્ટ્રેલિયાનાં નાગરિક કે રહેવાસી ન હોય તેવા દરેક વ્યક્તિને ઓસ્ટ્રેલિયામાં દાખલ થવાથી અટકાવશે.

જેમને મુસાફરી પરનો પ્રતિબંધ લાગુ નથી પડતો તેવા લોકોમાં ઓસ્ટ્રેલિયાનાં નાગરિકો અને કાયમી રહેવાસીઓનાં તદ્દન નજીકનાં પરિવારજનો જેમકે પતિ અથવા પત્ની, સગીર આશ્રિતો (નાના બાળકો), કાનૂની વાલીઓ અને ડી ફેક્ટો પાર્ટનર્સનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછી, બધા જ મુસાફરોએ ૧૪ દિવસ બીજા બધાથી અલગ રહેવું પડશે.

હંગામી વીઝા ધારકો માટેની માહિતી

જે વીઝા ધારકો તેમનાં હાલનાં વીઝાની તારીખ પતી ગયા પછી પણ ઓસ્ટ્રેલિયામાં રહેવા ઇચ્છતા હોય તેમણે વધુ વીઝા માટે અરજી કરવી પડશે.  વીઝા ધારકોએ તેમનાં સંજોગોને અનુરૂપ નવાં વીઝાનાં વિકલ્પો શોધવા પડશે અને તેઓ તેના માટે અરજી કરવા પાત્ર છે કે કેમ તેની તપાસ કરવી પડશે.

મુસાફરી પરનાં પ્રતિબંધ અને વીઝા વિષયમાં વધુ માહિતી માટે covid19.homeaffairs.gov.au ની મુલાકાત લો.