વ્યક્તિગત અને કુટુંબો

સુપરએન્યુએશનની વહેલી છૂટ

પાત્ર વ્યક્તિઓ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ પહેલા, તેમની નિવૃત્તિ (સુપર)ના $૧૦,૦૦૦ સુધી મેળવવા માટે માયગવ (MyGov) મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે.

તમારા સુપરનો વહેલો ઉપાડ, તમારા સુપરની બાકી રકમને અસર કરશે અને તમારી ભવિષ્યની નિવૃત્તિની આવકને અસર કરી શકે છે. સુપર વહેલું ઉપાડવાની છૂટ માટે અરજી કરતા પહેલાં, નાણાકીય સલાહ લેવાનું વિચારો.

સુપરનો વહેલો ઉપાડ કરવાની છૂટ માટે વધુ માહિતી www.ato.gov.au/early-access પર મેળવો, અથવા એટીઓ જોડે તમારી ભાષામાં વાત કરવા, અનુવાદ અને દુભાષિયા સેવા (TIS National)ને ૧૩ ૧૪ ૫૦ પર ફોન કરશો.

ખાલી કરાવાશે નહિં

રાજ્ય અને પ્રદેશ સરકારો દ્વારા છ મહિના માટે ખાલી કરાવવા પર રોક લગાવી દેવામાં આવશે. મકાનમાલિકો અને ભાડુઆતોને ટૂંકા ગાળા માટે કરારો કરવા વિષે વાત કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. વધુ વિગતો માટે તમારી સંબંધિત રાજ્ય અથવા પ્રદેશ સરકાર સાથે તપાસ કરશો.

નિવૃત્ત થયેલાઓ માટે ન્યૂનતમ ઉપાડ દરનો વિકલ્પ

COVID-19 મહામારીના પરિણામે નાણાકીય બજારમાં થયેલ નોંધપાત્ર નુક્સાનને ઘટાડવામાં મદદરૂપ થવા માટે, વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના આવકવર્ષ માટે ખાતા આધારિત પેન્શન અને તેવી બીજી યોજનાઓ માટે ન્યૂનતમ ઉપાડ દરની જરૂરિયાતમાં ૫૦%નો ઘટાડો કરવામાં આવ્યો છે,

વધુ માહિતી માટે,www.ato.gov.au/drawdown ની મુલાકાત લેશો.

જોબકીપર ચુકવણી

જોબકીપર ચુકવણી, COVID-19થી નોંધપાત્ર રીતે અસરગ્રસ્ત ધંધાઓને, તેમના કર્મચારીઓના પગાર ચુકવવાના ખર્ચામાં મદદ કરે છે, જેથી વધુ ઓસ્ટ્રેલિયનો તેમની નોકરી જાળવી રાખી શકે અને આવક મેળવવાનું ચાલુ રાખે.

જો તેઓ, તમારા વતી જોબકીપર પખવાડિક ચુકવણીનો દાવો કરવા ઇચ્છતા હશે તો, તમારા નોકરીદાતા તમને સૂચિત કરશે.

વધુ માહિતી માટે www.ato.gov.au/jobkeeper ની મુલાકાત લો.

વ્યવસ્થા તંત્રને સુરક્ષિત અને ન્યાયી રાખવા

ઓસ્ટ્રેલિયનોને નિશાન બનાવતા COVID-19 અને બીજા કૌભાંડોમાં નોંધપાત્ર વધારો થયો છે. જો તમને લાગતું હોય કે, કોઇ કૌભાંડીએ તમારો સંપર્ક કર્યો છે અથવા કોઇ ઇ-મેઇલ, એસએમએસ અથવા ફોન કોલ અંગે શંકા હોય તો, પહેલાં અમારી સાથે ખાતરી કરો.

જો ક્યારેય તમને ખાતરી ન હોય કે, સાચે એટીઓ સાથે વાર્તાલાપ થઇ રહ્યો છે, તો જવાબ આપશો નહિં. એટીઓ કૌભાંડ હોટલાઇનને ૧૮૦૦ ૦૦૮ ૫૪૦ પર ફોન કરો અથવા www.ato.gov.au/scams ની મુલાકાત લો.

જો તમને ચિંતા હોય કે તમારી ઓળખની માહિતી ચોરાઇ ગઇ છે અથવા તેનો દૂર ઉપયોગ કરવામાં આવી છે, તો અમે મદદ કરી શકીએ છીએ. અમે કરદાતાઓને તેમની કરવેરાની ઓળખ પુન:સ્થાપિત કરવામાં મદદ માટે માહિતી, સલાહ અને સહાય પૂરી પાડીએ છીએ.

જો તમને લાગે કે કોઇ વ્યક્તિ અથવા કોઇ ધંધો યોગ્ય કામ નથી કરી રહ્યા, તો તે પણ, તમે અમને www.ato.gov.au/tipoff પર જણાવી શકો છો.

સરકારી ભથ્થાં અને સેવાઓ

તમે સેન્ટ્રલિંક ભથ્થું ના મેળવતા હો, તો પણ સર્વિસિઝ ઓસ્ટ્રેલિયા તમને આર્થિક મદદ કરી શકે છે. તમારે સર્વિસ સેન્ટરમાં જવાની જરૂર નથી. તમે અમારા સેલ્ફ-સર્વિસ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. તમે સામાજિક કાર્યકરની મદદ પણ લઇ શકો છો. જો તમે પહેલેથી જ (અમારા) ગ્રાહક છો, તો કોરોનાવાઇરસ (COVID-19)ને કારણે અમારા ભથ્થાં અને સેવાઓમાં ફેરફાર થયા છે. વિવિધ ભાષાઓમાં વધુ માહિતી માટે servicesaustralia.gov.au/covid19 પર જશો.