વ્યક્તિઓ અને કુટુંબો માટે

ખાલી કરાવાશે નહિં

રાજ્ય અને પ્રદેશ સરકારો દ્વારા છ મહિના માટે ખાલી કરાવવા પર રોક લગાવી દેવામાં આવશે. મકાનમાલિકો અને ભાડુઆતોને ટૂંકા ગાળા માટે કરારો કરવા વિષે વાત કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. વધુ વિગતો માટે તમારી સંબંધિત રાજ્ય અથવા પ્રદેશ સરકાર સાથે તપાસ કરશો.

નિવૃત્ત થયેલાઓ માટે ન્યૂનતમ ઉપાડ દરનો વિકલ્પ

COVID-19 મહામારીના પરિણામે નાણાકીય બજારમાં થયેલ નોંધપાત્ર નુક્સાનને ઘટાડવામાં મદદરૂપ થવા માટે, વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના આવકવર્ષ માટે ખાતા આધારિત પેન્શન અને તેવી બીજી યોજનાઓ માટે ન્યૂનતમ ઉપાડ દરની જરૂરિયાતમાં ૫૦%નો ઘટાડો કરવામાં આવ્યો છે,

વધુ માહિતી માટે,www.ato.gov.au/drawdown ની મુલાકાત લેશો.

જોબકીપર ભથ્થું

સરકારનું જોબકીપર ભથ્થું કોરોનાવાયરસ (COVID-19)થી નોંધપાત્ર રીતે અસરગ્રસ્ત ધંધાઓ માટેની હંગામી સબસીડી હતી.

પાત્ર નોકરીદાતાઓ, એકલા જાતે ધંધો ચલાવતા હોય તેવા (સોલ ટ્રેડર્સ) અને અન્ય સંસ્થાઓ તેમના પાત્ર કામદારો માટે જોબકીપર ભથ્થા માટે અરજી કરી શકતા હતા. એટીઓ દ્વારા આ ભથ્થું નોકરીદાતાઓને દરેક મહિને પાછલા મહિનાના બાકીમાં ચુકવવામાં આવ્યું હતું.

ધંધાઓ એટીઓના બિઝનેસ પોર્ટલ દ્વારા, જો તેઓ સોલ ટ્રેડર હતા તો એટીઓની ઓનલાઇન સર્વિસીનો ઉપયોગ કરીને myGov દ્વારા, અથવા નોંધાયેલ ટેક્સ અથવા બાઝ એજન્ટ દ્વારા જોબકીપર ભથ્થમાં નોંધણી કરાવી શક્યા હતા.

જોબકીપર ભથ્થાં વિષે માહિતી માટે www.ato.gov.au/JobKeeper પર જશો.

જોબમેકર હાયરીંગ ક્રેડિટ

જોબમેકર હાયરીંગ ક્રેડિટ ધંધાઓને વધારાના યુવાન ૧૬-૩૫ વર્ષની ઉંમરના નોકરી શોધનારાઓને કામે રાખવા માટેની પ્રોત્સાહન યોજના છે.

પાત્ર નોકરીદાતાઓ, ૭ ઓક્ટોબર ૨૦૨૦ અને ૬ ઓક્ટોબર ૨૦૨૧ દરમ્યાન તેમણે કામે રાખેલ દરેક વધારાના પાત્ર કામદારો માટે જોબમેકર હાયરીંગ ક્રેડિટ ભથ્થું મેળવી શકે છે.

વધુ માહિતી માટે www.ato.gov.au/jobmakerhiringcredit પર જોશો.

વ્યવસ્થા તંત્રને સુરક્ષિત અને ન્યાયી રાખવા

તમારી પાસેથી પૈસા પડાવવા અથવા તમારી  અંગત માહિતી મેળવવા છેતરપીંડી કરવાનો પ્રયાસ કરતા કૌભાંડોથી સચેત રહો.

છેતરપીંડી કરનારા ઘણીવાર ઓસ્ટ્રેલિયન કરવેરા કચેરી (એટીઓ) જેવી વિશ્વાસપાત્ર સંસ્થઓમાંથી હોવાનો ઢોંગ કરશે. જો તમને ક્યારેય પણ શંકા હોય કે એટીઓ સાથેનો વાર્તાલાપ અસલ છે કે બનાવટી તો, જવાબ ન આપો. વધુ માહિતી માટે તમે એટીઓની છેતરપીંડી સામે સહાય સેવા (સ્કેમ હોટલાઇન)ને ૧૮૦૦ ૦૦૮ ૫૪૦ પર ફોન કરો અથવા www.ato.gov.au/scams ની મુલાકાત લો.

સરકારી ભથ્થાં અને સેવાઓ

તમે સેન્ટ્રલિંક ભથ્થું ના મેળવતા હો, તો પણ સર્વિસિઝ ઓસ્ટ્રેલિયા તમને આર્થિક મદદ કરી શકે છે. તમારે સર્વિસ સેન્ટરમાં જવાની જરૂર નથી. તમે અમારા સેલ્ફ-સર્વિસ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. તમે સામાજિક કાર્યકરની મદદ પણ લઇ શકો છો. જો તમે પહેલેથી જ (અમારા) ગ્રાહક છો, તો કોરોનાવાઇરસ (COVID-19)ને કારણે અમારા ભથ્થાં અને સેવાઓમાં ફેરફાર થયા છે. વિવિધ ભાષાઓમાં વધુ માહિતી માટે servicesaustralia.gov.au/covid19 પર જશો.