વ્યવસાયો

જોબકીપર વિસ્તરણ

જોબકીપર ચુકવણી કે જે મૂળ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલવાની હતી, તે ધંધાઓ (સ્વરોજગાર સહિત) અને બિન-નફાકારક સંસ્થાઓ માટે ૨૮ માર્ચ ૨૦૨૧ સુધી ઉપલબ્ધ રહેશે.

આગામી ફેરફારોના સારાંશ માટે કૃપા કરીને treasury.gov.au/coronavirus/jobkeeper/extension નો સંદર્ભ લેશો.

જોબકીપર ભથ્થું

સરકારનું જોબકીપર ભથ્થું કોરોનાવાઇરસ (COVID-19)થી નોંધપાત્ર રીતે પ્રભાવિત ધંધાઓ માટે હંગામી સબસીડી છે.

યોગ્યતા પ્રાપ્ત નોકરીદાતાઓ, સ્વરોજગાર વેપારીઓ (સોલ ટ્રેડર્સ) અને અન્ય સંસ્થાઓ તેમના લાયક કર્મચારીઓ માટે જોબકીપર ચુકવણી મેળવવા માટે અરજી કરી શકે છે. આ રકમ એટીઓ દ્વારા નોકરીદાતાઓને દર મહિને પાછલા મહિનાની ચુકવવામાં આવશે.

ધંધાઓ એટીઓના બિઝનેસ પોર્ટલ દ્વારા જોબકીપર માટે નોંધણી કરાવી શકે છે, જો તમે સ્વરોજગાર વેપારી હોવ તો, એટીઓની ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરો અથવા નોંધાયેલ ટેક્સ અથવા બાઝ એજન્ટ મારફતે કરી શકો છો.

એટીઓ મારફત ઉપલબ્ધ વર્તમાન જોબકીપર ટેકા અને સહાય વિષે વધુ માહિતી માટે www.ato.gov.au/JobKeeper પર જશો.

બિલ અને વેતન ચૂકવવા રોકડ પ્રવાહ સુનિશ્ચિત કરવો

કર્માચારીઓને રોજગારી આપતા લાયક ધંધાઓ અને બિન-નફાકારક (એનએફપી) સંસ્થાઓને, સપ્ટેમ્બર ૨૦૨૦ના મહિના અથવા ત્રિમાસિક ગાળા સુધી તેમના એક્ટીવીટી સ્ટેટમેન્ટ રજૂ કરીને, $૨૦,૦૦૦થી $૧૦૦,૦૦૦ સુધીની રકમ રોકડ પ્રવાહને પ્રોત્સાહિત (કેશ ફ્લો બુસ્ટ) કરવા માટે મેળવશે.

વધુ માહિતી મેળવો:

શીખઉ કામદારો (એપ્રેન્ટિસ) અને તાલીમાર્થીઓ

સરકાર, ઓસ્ટ્રેલિયાના કુશળ કામદારોના સતત વિકાસને ટેકો આપી રહી છે અને પાત્ર ધંધાઓને ૨૧,૦૦૦ ડોલર સુધીની ૫૦ ટકા વેતન આર્થિક સહાય, એપ્રેન્ટિસ અને તાલીમાર્થીઓને જાળવી રાખવા માટે મદદ રૂપે જાહેર કર્યા છે.

વધુ માહિતી મેળવો:

ધિરાણ અને લોન

નવી કોરોનાવાઇરસ એસએમઇ ગેરંટી યોજનાને લીધે તમે આગામી મહિનાઓમાં તમને ટેકો આપવા માટે સહભાગી ધિરાણકર્તાઓ પાસેથી વધારાની લોન મેળવી પણ શકો છો.

સરકાર, એસએમઇ ધિરાણકારોને કાર્યકારી મૂડી માટે ઉપયોગમાં લેવાતી નવી અસુરક્ષિત લોન માટે ૫૦ ટકાની ગેરંટી આપશે.

સરકાર, નાના ધંધા ધરાવતા વર્તમાન ગ્રાહકોને ધિરાણ આપતા ધિરાણકારોને જવાબદાર ધિરાણની ફરજોમાંથી મુક્તિ પણ આપી રહી છે.

આ છૂટ છ મહિના માટે છે, અને તે વેપાર હેતુ અપાતા કોઇ પણ ધિરાણ માટે છે, જેમાં નવા ધિરાણ, ધિરાણની મર્યાદામાં વધારો અને ધિરાણમાં વિવિધતા અને પુનર્ગઠનનો સમાવેશ થાય છે.

પ્રદેશો અને ઉદ્યોગ ક્ષેત્રોને આધાર આપવા

સરકારે, કોરોનાવાઇરસના ફેલાવાથી સૌથી વધુ અસરગ્રસ્ત સમુદાયો, પ્રદેશો અને ઉદ્યોગોને સહાય કરવા માટે ૧ અબજ ડોલરની વ્યવસ્થા રાખી છે. આ ભંડોળ ફેલાવા દરમ્યાન મદદ માટે અને તેના પછી પાછા ઊભા થવામાં મદદ માટે ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, સરકાર આપણા હવાઇ પરિવહન ઉદ્યોગને ૭૧૫ મિલિયન ડોલર સુધીના એક પેકેજ દ્વારા મદદ કરી રહી છે.

તમારા ધંધામાં રોકણ

કુલ ૫૦૦ મિલિયનથી ઓછા વાર્ષિક વકરાવાળા ધંધાઓ માટે ત્વરિત સંપત્તિ રદ કરવાની (ઇન્સ્ટન્ટ એસેટ વ્રાઇટ ઓફ) મર્યાદા ૩૦,૦૦૦ ડોલરથી વધારીને ૧૫૦,૦૦૦ ડોલર કરી દીધી છે.

તમે તમારી વખાર માટે નવું સાધન ખરીદી રહ્યા છો કે જૂનું ટ્રેક્ટર, ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી તમારા ધંધાને ત્વરિત સંપત્તિ રદ કરવાની મર્યાદામાં થયેલ વધારાનો અને વિસ્તારનો લાભ મળી શકે છે.

પાત્ર ધંધાઓ માટે, ૧૫ મહિનાની રોકાણ પ્રોત્સાહન પહેલ દ્વારા ત્વરિત અવમૂલ્યન કપાત પણ ઉપલબ્ધ રહેશે.

વધુ માહિતી મેળવો:

પાત્ર ધંધાઓ માટે ત્વરિત સંપત્તિ રદ

ધંધામાં રોકણને ટેકો – ઝડપી ઘસારો

આ પણ જોશો: